“પહેલું સુખ તે જાતે નર્યા”

જય કપોળ !

આપણી પોતાની કપોળ જ્ઞાતિના પરિવારોનું સ્વાસ્થ્ય ખૂબ સમૃદ્ધ અને સ્વસ્થ રહે એવા ઉદ્દેશથી સુંદર હેલ્થ સેમિનાર રવિવાર, ૧૧ જાન્યુઆરી'૨૬ એ શ્રીજી શરણ -ઐકીયમ ટાવરની બાજુમાં આવેલાં શ્યામ સુંદર સત્સંગ હોલ, કાંદિવલી વેસ્ટ, મુંબઈ સ્થિત યોજાયો હતો.

“કપોળ યુવક મંડળ, કપોળ અને કપોળ મિત્ર“ના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ ઉત્સાહ સભર ભાગ લીધો હતો અને આવા કાર્યક્રમો વારંવાર યોજાતા રહેવા જોઈએ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
નાસિક ઇગતપુરીમાં આવેલા ,વિશ્વપ્રસિદ્ધ નિર્વાણાનેચરોપથી એન્ડ આયુર્વેદિક રીટ્રીટ ના ટ્રસ્ટી-સંચાલક પુ. ગુરુમાં આ પ્રસંગે ઉપસ્થિત રહીને સર્વને હસતાં હસતાં ગંભીર સ્વાસ્થ્ય સંબંધી વાતો ઉપયોગી જાણકારી , ટીપ્સ આપીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.

આ કાર્યક્રમની પરિકલ્પના સામાજિક કાર્યકર તેમજ કપોળ અને કપોળ મિત્રના માનદ્ તંત્રી ગોપાલ પારેખે કરી હતી જેને સાકાર કરવાનું આયોજન કપોળ દાતાશ્રીઓએ આર્થિક સહયોગએ સફળ કર્યું હતું.

આ નિસર્ગોપચાર કેન્દ્રમાં હઠીલા અને જઠીલ રોગોનું પણ સફળતાપૂર્વક નિવારણ થઈ શકે છે અમારે ત્યાં આવનારા દર્દીઓને મેડીક્લેમ નો લાભ પણ મળી શકશે એમ ગુરુમાએ જણાવ્યું હતું.

"સ્વસ્થ રહો, આનંદથી જીવો."
"સ્વાસ્થ્ય એ સાચું ધન છે."

વધુ જાણકારી માટે +91 9769735554 / +91 9967125092
www.nirvanaturopathy.com
0 Comentários 0 Compartilhamentos 63 Visualizações 0 Anterior